Thursday, June 17, 2010

The Evergreen Results(Gujarati)

અરે.... આજે ફરી પાછું રીઝલ્ટ આવ્યું!!!! ચાલો, એક નવું 'પ્રમાણપત્રક', જેનો ઉપયોગ ફક્ત એક અઠવાડિયા સુધી લોકો ને બતાવીને બડાઈ મારવા માટે કે પછી જાતે જ જોઇને નિસાસા નાખવા માટે થશે " યાર આ વખતે તો મહેનત કરી હતી પણ કોઈ જોતું જ નથી. આટલા ઓછા માર્કસ..". કોઈ કહેશે "અરે.. પેલા ને તો કઈ આવડતું નથી તો પછી મારા કરતા વધારે માર્કસ કેમ??".

નાના હતા ત્યારે 'પ્રગતિપત્રક' આપતા હતા સ્કુલમાં, કે બાળક ની પ્રગતિ થઇ છે આ વિષયમાં. આજના 'પ્રમાણપત્રક' એક પ્રમાણ છે કે વિદ્યાર્થી ને કેટલું સારું ગોખતાં આવડે છે અને કેટલું લાંબુ લખતા આવડે છે. ઘણી વાર માનસિક કે બૌદ્ધિક પ્રગતિ તો થતી નથી પણ હા, 'પ્રમાણપત્રક' માં સારા માર્ક્સ આવે છે. જો કે, બધા માટે આ વસ્તુ સરખી નથી હોતી. કોઈ સ્ટુડન્ટ બોલવા કરતા લખીને પોતાની આવડત સારી રીતે સમજાવી શકે છે. અહિયાં મૂળ વાત એ છે કે આ રીઝલ્ટ ની વેલ્યુ કેટલી છે? આજની સિચ્યુએશન જોતા રીઝલ્ટ નામના કાગળના ટુકડા કરતા તમારામાં રહેલી આવડત જ કામ લાગે છે. પોતાની આવડતના દમ પર માણસ નબળા રીઝલ્ટ ને પણ સફળતા માં ફેરવી શકે છે. સારું પરિણામ હોય તો હંમેશા યાદ રાખો પણ નબળું હોય તો ભૂલીને આગળ વધો, કારણ કે:
"Always Write Your Bad Memories On Water And Good Memories On Stones."

આજના ઘણા લોકો ફક્ત રીઝલ્ટ ને બેન્ચમાર્ક માનીને આગળ ચાલે છે. અને કોઈ નબળા રીઝલ્ટ ને બેન્ચમાર્ક ગણીને બેસી રહે છે. પરંતુ કોઈ પરીણામ જીંદગીનું છેલ્લું પરીણામ નથી હોતું. કારણ કે જીંદગી હંમેશા દરરોજ એક નવી ચેલેન્જ તમારી સામે મુકે છે અને દરરોજ એક નવું રીઝલ્ટ આપે છે. પરંતુ મેં જોયું છે કે લોકો ને પોતાના કરતા બીજા ના પરિણામ માં વધુ રસ હોય છે. જાણવામાં નહી, જાણીને એનું વિશ્લેષણ કરવામાં. બીજાની પ્રગતિ જોઇને હમેશા એને પાછળ પાડીને આગળ જવાની ઈચ્છા હોય છે દરેકને. ના, એ ખોટી વસ્તુ નથી. એમ્બીશન હોવું જરૂરી છે, ઊંચા લક્ષ્યાંકો હોવા જોઈએ પણ બીજાને પાછળ પાડીને નહિ, એનાથી બે ડગલા આગળ ચાલીને. પેલું કહે છે ને કે એક લાઇન ને નાની કરવી હોય તો નીચે મોટી લાઇન દોરો નહિ કે એ જ લાઇન ને કાપો.

અને આ વાત ફક્ત એકઝામ્સ પુરતી જ સીમિત નથી. સમાજ માં આજે માણસ પોતાની પ્રગતિ ને એક બાજુ મુકીને ને બીજા દરેક ની પ્રગતિ સાથે સરખાવે છે અને પછી તારણ કાઢે છે કે પોતે કેટલો પાછળ છે અને પરીણામ.. 'અસંતોષ'. હવે આ પરીણામ ને બદલવા નવી પરીક્ષા, અને નવા પરિણામો... બસ આ ચાલ્યા જ કરે છે!!!!
There is no such thing as failure. There are only results.

1 comment:

  1. motivational writing....kudos...great effort...keep writing...this comment is also a result...hehe

    ReplyDelete