"હમણાં જ 'લમ્હા' નું ગીત 'મધનો' સાંભળ્યું.. લગભગ ૭મી-૮મી વાર આજ ના દિવસ માં કેમ કે એટલું સરસ ગીત છે કે થાય કે સાંભળ્યા જ કરીએ... આજ સવાર થી એ ગીત રીપીટ મુકીને બધાને ત્રાસ આપવાનું શરુ કરેલું એટલે હવે બંધ કર્યું.'"
મારું તો પહેલે થી એવું જ છે, જે વસ્તુ ગમે તેની પાછળ પડી જવાનું.. જયારે મન થાય ત્યારે તે કરી લેવાનું... કારણ કે પછી થી અફસોસ ના થાય કે 'યાર મારે આમ કરવું હતું પણ ના કર્યું.' કોઈ વસ્તુ પછી કરશું એવું નહિ કારણ કે જીંદગી માં એ સમય એક વાર ગયો તો ગયો. જેમ કે કોલેજ લાઈફ ગઈ પછી અફસોસ ના કરાય કે 'યાર કોલેજ માં લાઈફ જીવી લીધી હોત તો સારું હતું.'
આજ નો સમય આપણાં હાથ માં છે તો તેને એન્જોય કરો કાલે જે થવાનું છે તેનું ટેન્શન ના કરો. હા, કાલે એક્ઝામ હોય તો તૈયારી કરો પણ ટેન્શન ના કરો. જયારે સમય મળે ત્યારે જીંદગી ની દરેક પળ ને માણી લો કારણ કે એ પળો જ આગળ જઈને તમે બહુ મિસ કરશો અથવા તો એને યાદ કરીને ખુશ થશો. આગળ ના વર્ષો માં આપડે બધા કોઈ જોબ માં કે બીઝનેસ માં જઈને 'સો કોલ્ડ આઈ. ટી. પ્રોફેશનલ્સ' બની જઈશું ત્યારે આપણો સમય આપણો નહિ રહે. હજુ થોડો સમય છે તો જીવી લઈએ જીંદગી....જીંદગી જીવો એટલે એમ નહિ કે રાતે ૨ વાગે માઈકલ જેક્સન ના ગીતો મુકીને ગામ ને જગાડો.. એવું કૈક કરો કે તમને મજા આવે બસ એટલું જ.. એનાથી લાઈફ ક્યારેય બોરિંગ નહિ લાગે... કોઈ વાર થોડો સમય તમારા માટે કાઢો... કંઈ ગાઓ, નાચો, મોજ કરો. એક જ વાર જીંદગી મળે છે . વધારે પડતું ફિલોસોફીકલ થઇ ગયું ને.સોરી .....
અત્યારે તો મારી જેવા ઘણા ફ્રી હશે એટલે સમય મળતો હશે.. પણ મને તો હંમેશા બધા થી ઉલટા જ વિચારો આવે.. જેમ કે કાલે કોલેજ માં પેપર હોય અને હું આજે પાપા ની સાથે ઈંગ્લીશ મુવી જોઈ નાખું ૬ ટુ ૯. પછી આવીને આમ તેમ આંટા મારવાના અને રાત્રે ૧૨-૧ વાગે એમ થાય કે કાલે પેપર આપવાનું છે તો ચાલો કૈક કરીએ એટલે બુક ખોલવાની.... એમાં પણ ૨ વાગે એટલે ટી બ્રેક પડે.. ચા પીવાની.. ગીતો સંભાળવાના અને ટી.વી. ચાલુ કરીને સવારે ૬ વાગ્યા સુધી પાના ફેરવવાના ... અને પછી આરામ થી જવાનું પેપર આપવાનો.. ઘણા ને આવી સુટેવો(કે કુટેવો) કોલેજ માં આવે એ પછી થી પડે કારણ કે બધું છેલ્લા દિવસે જ ભેગું કરવાનું હોય. અને હું તો પછી છેલ્લી રાત્રે અને છેલ્લી કલાકો માં કરું. કારણ કે મને બહુ પેલા થી આવી બધી ટેવો(સુટેવ/કુટેવ જે માનવું હોય તે) છે. મારે તો મારા મમ્મી -પાપા ને થેંક યુ કહેવું જોઈએ કે એમણે મને કોઈ દિવસ કોઈ વસ્તુ કરવા માટે ના નથી પાડી. કારણ કે એમને ખબર છે કે મને ખબર છે કે મારે શું કરવાનું છે. . પાપા રાત્રે ૧૨ વાગે ઘરે આવે પછી હું કહું કે ચાલો ફરવા જઈએ તો એમને એવું નથી કીધું કે "ટાઇમ તો જો કે અત્યારે ના જવાય." વી આર ઓલ્વેઝ રેડી. ૧૨-૩૦ એ જઈએ અને ૧-૩૦ વાગે આવીને ટી.વી. માં સારું મુવી ચાલતું હોય તો એકાદ કલાક જોઈએ. એવું નહિ કે કાલે ૬ વાગે ઊઠવાનું છે તો કેમ થશે... એ પણ થાય.
ટુકમાં બધી જ વસ્ત્તુઓ સમયસર થાય પણ એનો સમય પહેલા થી કાઢી ને નહિ રાખવાનો. અને જો કાલનો સમય નક્કી કર્યો હોય તો આજે એને યાદ કર્યા નહિ કરવાનું. કારણ કે...
It's only when we truly know and understand that we have a limited time on earth -- and that we have no way of knowing when our time is up -- that we will begin to live each day to the fullest, as if it was the only one we had.
- Elisabeth Kubler
great to see another freaking IT engg..hahaha btw,ek karta vdhu muddao bhega thai gya tem 6atay gud going...cngrts 4 gujarati typing...keep writing...
ReplyDeleteTame writer nahi bani jata.
ReplyDeletetamare aa field ma javani jarur 6e...Really
Do u know what makes any1 gr8 writer..--"Pain"..
ReplyDeleteU can test this rule in Gujarati writers also like Chandrakant Bakshi and Kanti Bhatt...
In this blog Impression Of Jay Vasavda's reading comes up..Keep rocking and let others rock..
Bye..And I hope u wil never find Pain...
Dont like comment or feeling disturbed thn Simple--Delete it..
Raghuvir.
Listen the song "Pankho ko Hawa Zara Si.." From "Rocketsingh Salesman Of the Year."
ReplyDeleteNice touchy and inspirational Song...Listen Lyrics Also...
well
ReplyDeleteeach time reading your ending lines leaves a impression of me.... you need to be there.... on 8 columns world of gujarati news papers and rub the shoulders with biggies like JV and kanti Bhatt. You have the potential to be the icon
This cmnt is from Parth Vasavada :
ReplyDeleteHey shruti its really vry intresting. Nd gud 4 d nagative persons 4 getin inspired. Bt i wana tell u somthing dat it has change ur image 4m my mind. i always consider u as a serious gal. Bt i was wrong.
Best of luck 4 ur next article.